બધા ખેડુત મિત્રો માટે ખુશ ખબર..
શું તમે તમારા ખેતી પાકો માં ખર્ચ વધારે કરવા છતાં ઉત્પાદન ને લઈ ચિંતા માં છો.?
ઉપજ પ્લસ
✅ તમામ ખેતી પાકો મા ટૂકી
ડીંડલીએ ( ટૂકી ગાંઠ )એ વધ કરે છે.
✅ ફુલ વધુ આવે અને ફુલ ખરતા અટકાવે .
✅ પીળો પડતો અટકાવે.
✅ સુયાની બેઠક વધારે ,દાણા અને ફળ ખરતું અટકાવે.
✅ ફળ,દાણા ની સાઇઝ વધારે
✅ ઉત્પાદન માં વધારો કરે
✴️ માપ – ૨૫ મીલી પ્રતિ 15 લીટર પંપ .
👉🏻 ૧૦૦ % ઓર્ગેનીક દવા.
👉🏻 વ્યાજબી ભાવે ઉપલબ્ધ.
👉🏻ઓછા ખર્ચે વધુ ઉત્પાદન.
બધા પ્રકાર ના પાકમા ઉપયોગ કરી શકાય – મગફળી, કપાસ, એરંડા, સોયાબીન, જુવાર, બાજરો, ચણા, ધાણા, જીરું, બટાટા, તંબાકુ, તલ, મગ, અડદ તથા બધા પ્રકારના શાકભાજી પાકો મા
ઉપજ પ્લસ
ઉપજ પ્લસ નામ ઉપરથી જ ખબર પડી જાય કે ઉપજ વધારવા માટેની પ્રોડક્ટ છે.
ઉપજ પ્લસ નું નિર્માણ એટલા માટે કરવામાં આવ્યું છે કે ઘણીવાર એવું પણ બનતું હોય છે કે આપણા પાકમાં આપણા છોડની અંદર ઘણા બધા ફાલફૂલ લાગેલા હોય છે પરંતુ વાતાવરણ ખરાબ થવાની લીધે આપણા છોડમાં લાગેલા ખૂબ સારા ફુલ ખરી જતા હોય છે.
ઘણીવાર એવું પણ બનતું હોય છે કે છોડનો વિકાસ તો ખૂબ સારો થઈ ગયો હોય છે પણ એમાં ફળ ફૂલ જ ન લાગતા હોય.
આ બધી સમસ્યાઓ માંથી મુક્તિ મેળવવા માટે ઉપજ પ્લસ નું નિર્માણ કર્યું છે.
ઉપજ પ્લસ ખાસ કરીને છોડનો સર્વાંગી વિકાસ તો કરે જ છે પણ ડાળીઓનું પ્રમાણ વધારી અને એની અંદર ફાલ ફુલ વધારી આપવાનું કામ કરે છે.
બીજું ખાસ કરીને ઉપજ પ્લસની અંદર રહેલા *એમિનો એસિડ* આપણા છોડને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ટકી રહેવા મદદરૂપ થાય છે.
ત્યારબાદ બીજું જોવા જઈએ તો પરાગરજ વહન કરતી મધમાખીને આકર્ષણ કરે છે અને એના કારણે આપણા છોડની અંદર ફળ અને ફૂલોની સંખ્યામાં વધારો થાય છે.
ઘણીવાર વાતાવરણના બદલાવ ના લીધે ફળ અને ફૂલ ખરી જતા હોય છે તો *ઉપજ પ્લસ* ના છંટકાવતી ફળ અને ફૂલને ખરતા અટકાવે છે.
ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ફળ ફૂલ તો સારા લાગેલા હોય છે પરંતુ એનું કદ મોટું નથી થતું તો ફળ અને ફૂલની સાઈઝ વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે કેમકે ઉપજ પ્લસમાં કુદરતી પોટાશ નો ઉપયોગ કર્યો છે જે ફળની સાઈઝમાં વધારો કરે છે.
ઉપજ પ્લસ નો ઉપયોગ આપણા પાકમાં જ્યારે ફળ આવવાની શરૂઆત હોય ત્યારે કરી શકાય છે.
જેનાથી તમારા ફળ ની ગુણવત્તામાં પણ વધારો થાય છે.
આપણી જમીનમાં રહેલા પોષક તત્વોને આપણા છોડ સુધી વહન કરવામાં પણ ઉપજ પ્લસ ખૂબ જ ઉપયોગી છે. જેના કારણે આપણો છોડ તરોતાજા અને તંદુરસ્ત રહે છે.
સક્રિય ઘટકો
એમિનો એસિડ
ફૂલવિક એસિડ
કુદરતી પોટાશ
સીવીડ
પ્રોટીન હાઇડ્રોલાયસેટ
ઓશીમમ સેન્કટમ
અન્ય કુદરતી ઘટકો
મુખ્ય ફાયદા
છોડના સર્વાંગી વિકાસ અને પાકની ઉપજમાં વધારો કરે છે.
પાકોનું ઉત્પાદન વધારી ખેડૂતોની આવકમાં વધારો કરે છે.
છોડમાં ફળ ફૂલ અને ડાળીઓની સંખ્યામાં વધારો કરે છે.
ફળની સાઈઝમાં વધારો કરે છે.
ફળ ફૂલ ને ખરતા અટકાવે છે.
મધમાખીને આકર્ષણ કરે છે જેથી ફૂલની સંખ્યામાં વધારો કરે છે.
કુદરતી ઘટકોથી બનેલું હોવાથી મિત્ર કીટક જેવી કે મધમાખી અળસિયાને નુકસાન કરતું નથી.
ઉપયોગ કરવાની રીત
15 લીટર ના પંપમાં 25 મિલી* ઉપજ પ્લસ નાખી છંટકાવ કરવો જોઈએ.
કોઈપણ પાકમાં જ્યારે ફૂલ આવવાની શરૂઆત હોય ત્યારે ઉપજ પ્લસનો ઉપયોગ કરવો જોઈએ.
સારા પરિણામ માટે કોઈ પણ પાકમાં *બે વાર* ઉપયોગ કરવો જોઈએ.
પહેલા છંટકાવના 10 થી 12 દિવસ પછી બીજો છંટકાવ કરવો જોઈએ.
નોંધ
એક ડોલમાં થોડું પાણી લો તેમાં 25 મિલી ઉપજ પ્લસ નાખી બરાબર મિશ્રણ કરો અને એ મિશ્રણને 15 લીટરના પંપમાં નાખી છંટકાવ કરવો.
સારું પરિણામ મેળવવા માટે સવાર અથવા સાંજના સમયે છંટકાવ કરવો.
Reviews
There are no reviews yet.