Sale!

Biorakshak-80 500 ML

Original price was: ₹1,250.00.Current price is: ₹1,150.00.

+ Free Shipping
Category:

બાયોરક્ષક 80

 

બાયો રક્ષક 80 ખાસ કરીને ઉધઈ તથા સફેદ ધૈણ (મુંડા) ના નિયંત્રણ માટે બનાવવામાં આવી છે.

આ બધી જમીન જન્ય જીવાતો છે અને આનું નિયંત્રણ કરવું ખૂબ જ જરૂરી છે.

તો આ નિયંત્રણ કરવા માટે બાયો રક્ષક 80 નું નિર્માણ કરવામાં આવ્યું છે.

બાયો રક્ષક 80 વનસ્પતિ ના અકમાથી બનાવવામાં આવેલી હોવાથી તે છોડના મૂળનો વિકાસ કરવામાં પણ ખૂબ જ ઉપયોગી છે.

આપણે જોવા જઈએ તો કોઈ પણ પાકમાં જ્યારે જમીન જન્ય જીવાતો લાગે છે ત્યારે એ સૌથી પહેલા નાના નાના સફેદ મુળ (તંતુમૂળ) ને ખાય છે.

સફેદ મુળને ખાઈને ધીમે ધીમે આખા મૂળનેખાય છે અને છોડને નષ્ટ કરી દે છે.

તો આ બધી જીવાતો ના અસરકારક નિયંત્રણ માટે બાયો રક્ષક 80 નો ઉપયોગ કરો અને આ બધી જીવાતો થી છોડને બચાવો.

આજે આપણે જોવા જઈએ તો જમીનોની અંદર સફેદ ધૈણ (મુંડા) નું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. ઉધઈનું પ્રમાણ પણ વધી ગયું છે જે ધીમે ધીમે કરીને આપણા છોડને નષ્ટ કરી જાય છે.

આ મુંડા નામના ગુંડા ના નિયંત્રણ માટે બાયો રક્ષક 80 નું નિર્માણ કરવામાં આવ્યું છે

જે જમીનમાં અગાઉથી જ મુંડા કે ઉધઈ હોય તે જમીનમાં વાવેતર પહેલા જ બાયો રક્ષક 80 નો ઉપયોગ કરવો.

બાયો રક્ષક 80 એક હર્બલ ઉત્પાદક છે તે તમામ પાકોમાં વિકાસ અને ઉત્પાદન પર હકારાત્મક અસર કરે છે.

કઈ કઈ જીવાતો માં ઉપયોગી છે ?

➡️ ઉધઈ

➡️ સફેદ ધૈણ (મુંડા)

➡️ અન્ય જમીન જન્ય જીવાતો

ઉપયોગમાં લીધેલા ઘટકો

➡️નારંગી ની છાલ નો અર્ક

➡️અરડૂસી

➡️આંકડો

➡️કરંજનું તેલ

➡️લીમડા નું તેલ

➡️એરંડાનું તેલ

➡️દેવદાર નું તેલ

➡️અન્ય વનસ્પતિઓના અર્ક

મુખ્ય ફાયદા

➡️બાયો રક્ષક 80 સંપૂર્ણપણે ઓર્ગેનિક હોવાથી જમીન પર્યાવરણ અને મિત્ર જીવાતો ને નુકસાન કરતું નથી.

➡️ બાયો રક્ષક 80 નો ઉપયોગ ઉધઈ, મુંડા કે જમીનજન્ય જીવાતો ના નિયંત્રણ માટે કરવામાં આવે છે.

➡️ જે જમીનમાં પહેલેથી જ ઉધઈ કે મુંડા હોય તે જમીનમાં વાવેતર પહેલા અથવા વાવીને બાયો રક્ષક 80 નો ઉપયોગ કરવો જોઈએ.

➡️ બાયો રક્ષક 80 એક હર્બલ ઉત્પાદન છે જેનો ઉપયોગ કરવાથી પાકના વિકાસ અને ઉત્પાદન પર હકારાત્મક અસર થાય છે.

➡️ મૂળનો વિકાસ કરે છે અને જમીનની ગુણવત્તામાં પણ વધારો કરે છે.

➡️ મિત્ર જેવા જેવી કે અળસિયાને નુકસાન કરતી નથી.

➡️ નિયમિત રીતે 20 થી 22 દિવસે બાયો રક્ષક 80 નો ઉપયોગ કરી પાકને સુરક્ષિત રાખી શકાય છે.

ઉપયોગ કરવાની રીત

➡️ 15 લિટરના પંપમાં 50 મિલી બાયો રક્ષક 80 નાખી તેનું છોડના મૂળ પાસે ડ્રીંચિંગ કરવું.

➡️ પાણી સાથે આપવા માટે 1 એકરે 500 મિલી બાયો રક્ષક 80 આપવું.

નોંધ

➡️ એક ડોલમાં થોડું પાણી લો તેમાં 50 મીલી બાય રક્ષક 80 ઉમેરી ત્યારબાદ 5 મિલી સ્ટીકર ઉમેરી બરાબર મિશ્રણ કરી પંપમાં નાખી ડ્રીન્ચિંગ કરવું.

➡️ સારા પરિણામ માટે પિયત આપીને *જમીન ભીની હોય ત્યારે બાયો રક્ષક 80 નો ઉપયોગ કરવો.

Reviews

There are no reviews yet.

Be the first to review “Biorakshak-80 500 ML”

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!