Sale!

Biorakshak-50 500ml

Original price was: ₹1,200.00.Current price is: ₹1,150.00.

+ Free Shipping
Category:

બાયોરક્ષક 50

બાયોરક્ષક 50 ખાસ કરીને બેક્ટેરિયા જનીત રોગો માટે બનાવવામાં આવી છે.
આપણે જોવા જઈએ તો બેક્ટેરિયા જનિત રોગોને કારણે આજે બહુ બધા ખેડૂતો પરેશાન છે એનું મુખ્ય કારણ એ છે કે બેક્ટેરિયા જનિત રોગો આવે છે ત્યારે પાન ઉપર, ફળ ઉપર, છોડ ઉપર કાળા કાળા ટપકા થઈ જાય છે
જેના કારણે ખેડૂતોને ઉત્પાદનનો જે સાચો ભાવ મળવો જોઈએ એ ભાવ મળતો નથી અને એના કારણે ઘણું નુકસાન વેઠવું પડે છે.
અને આ બહુ મોટી સમસ્યા છે બેક્ટેરિયા જનિત રોગોની. જેમ કે આપણે જોવા જઈએ તો બટાકાની અંદર કાળા ટપકા થઈ જાય છે, કેળા ની અંદર કાળા ટપકા થઈ જાય છે, શેરડી ની અંદર પણ આવા પ્રોબ્લેમ આવે છે.
મતલબ કે શાકભાજી, બાગાયત પાકમાં બેક્ટેરિયા જનિત બહુ બધા પ્રોબ્લેમ આવતા હોય છે.
આના નિયંત્રણ માટે ટિમેક્સ રિટેલ લિમિટેડે અદભુત ઔષધીઓના સંયોજનથી બાયોરક્ષક 50 નું નિર્માણ કર્યું છે.
બાયો રક્ષક 50 બેક્ટેરિયલ રોગો જેમકે દાંડીનો સળો, પાંદડાના કાળા ડાઘ, પાંદડા પર રાખોડી ડાઘ, ફળ પરના ડાઘ, કોણીય સ્થળ, ગેરુ, મૂળ નો સળો, શાકભાજીમાં ડાઘ, શાકભાજી-ફુલ માં સળો વગેરેને નિયંત્રિત કરે છે.
બાયો રક્ષક 50 નો ઉપયોગ બધા પાકમાં કરી શકાય છે જેમ કે રીંગણ, મરચા, ભીંડા, પરવળ, ટમેટા, ડુંગળી, લસણ, કપાસ, મગફળી, જીરૂ, ધાણા, કેરી, ચીકુ, કેળા, બટાકા, શેરડી, પપૈયા, દ્રાક્ષ, ડ્રેગન ફ્રુટ, સપોટા, વગેરે પાકમાં ઉપયોગ કરી શકાય છે.

ક્યા ક્યા રોગમાં ઉપયોગી છે ?
➡️પાંદડા પર ડાઘ
➡️મૂળનો સળો
➡️દાંડીમાં ડાઘ
➡️ફળમા ડાઘ
➡️શાકભાજીમાં ડાઘ
➡️પાન-ડાળી-મુળ નો સળો
➡️ફળ-શાકભાજી-ફૂલમાં સળો
➡️કાળા ડાઘ
➡️ગેરુ

ઉપયોગમાં લીધેલા ઘટકો
➡️ઔષધીય વનસ્પતિના હર્બલ અર્ક
➡️ઔષધીય વનસ્પતિના તેલ

મુખ્ય ફાયદા

➡️બેક્ટેરિયા જનિત રોગોમાં ઉપયોગી છે.
➡️શેરડીમાં કાળા ડાઘ, બટાકામાં કાળા ડાઘ, કેળામાં કાળા ડાઘ વગેરેમાં અસરકારક પરિણામ આપે છે.
➡️ફૂગમાં પણ અસરકારક પરિણામ આપે છે.
➡️ઝુલસા રોગને નિયંત્રણ કરે છે.
➡️રીંગણ, મરચા, ભીંડા, પરવળ, ટમેટા, ડુંગળી, લસણ, કપાસ, મગફળી, જીરુ, ધાણા, કેરી, ચીકુ, કેળા, બટાકા, શેરડી, પપૈયા, દ્રાક્ષ, ડ્રેગન ફ્રુટ જેવા બધા બાગાયતી પાકોમાં પણ ઉપયોગ કરી શકાય છે.
➡️કુદરતી અને ઔષધીય વનસ્પતિના અર્કમાથી બનેલું હોવાથી મિત્ર જીવાતને નુકસાન કરતું નથી.
➡️મનુષ્ય, પક્ષી, જમીન, અને પર્યાવરણને નુકસાન કરતું નથી.

ઉપયોગ કરવાની રીત
➡️15 લીટર ના પંપમાં 40-50 મિલિ બાયો રક્ષક 50 નાખી છંટકાવ કરવો.

➡️મૂળનો સળો અને મૂળનો રોગ હોય તો ડ્રિંન્ચિગ કરવું.

નોંધ :
➡️એક ડોલમાં થોડું પાણી લો તેમાં 40-50 મિલી બાયો રક્ષક 50 નાખી ત્યારબાદ તેમાં 5 મીલી સ્ટીકર નાખી બરાબર હલાવી પંપમાં નાખવું અને ત્યારબાદ છંટકાવ કે ડ્રિંન્ચીગ કરવું.

Reviews

There are no reviews yet.

Be the first to review “Biorakshak-50 500ml”

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!